Impact : દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા પ્રાથમિક શાળાના 06 નવીન ઓરડા સત્વરે ફાળવવા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગને રજૂઆત

પ્ર્તિનિધિ રમેશ પટેલ સિંગવાડ

૧૦જાન્યુવારી ૨૦૨૩ ના સિંધુ ઉદયના સમાચાર મા લીમખેડા તાલુકામાં આવેલ વડેલા પ્રાથમિક શાળા ખરાબ હાલતમાં હોવાના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જે સમાચાર થી સફાળે જાગેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ પ્રાથમિક શાળાના નવીન વર્ગો માટે મંજૂર થયેલ ઓરડા સત્વરે ફાળવવા શિક્ષણ વિભાગને લેખિત અરજી કરી .લીમખેડા તાલુકામાં આવેલ વડેલા પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લા કેટલાંય સમયથી જર્જરીત હાલતમાં જોવાતા આ મામલે સિંધુ ઉદય સમાચાર દ્વારા એક સમાચાર પ્રસિદ્ધ કર્યો હતો અને બાળકોને સુવ્યવસ્થિત ઓરડાઓ મળે અને જીવના જોખમ અભ્યાસ કરતા બાળકો ભય વિના શિક્ષણ મેળવે તે માટે સમાચાર માધ્યમથી સંલગ્ન તંત્રને ટકોર કરી હતી ત્યારે સફાળે જાગેલ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે વડેલા પ્રાથમિક શાળા ખાતે નવીન 6 વર્ગખંડો મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!