ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી નવીન રૂટની બસ ચાલુ કરવામાં આવી
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી નવીન રૂટની બસ ચાલુ કરવામાં આવી ગ્રામજનોની વિશેષ રજૂઆત સંદર્ભે બસનો નવીન રૂટ ચાલુ કરાયો
આજ રોજ તારીખ 19/01/2023ના ગુરુવારના રોજ આંતરિયાળ વિસ્તારથી નવીન શિડ્યુલ બસ ઝાલોદ એસ.ટી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી બલેંડિયા ગ્રામજનોની આ રૂટની માંગ હતી.તેથી ઝાલોદ એસ.ટી ડેપો મેનેજર દ્વારા એક બસ બલેન્ડિયા-સુરત-રામનગર ઝાલોદ ડેપો ખાતેથી શરૂ કરવામાં આવી હતી. જેથી અહીંથી સીધા કામ અર્થે સુરત જનાર લોકોમાં આનંદની લાગણી જોવા મણી હતી . આ બસના ઉદઘાટન સમારોહમાં ખાખરીયા બલેન્ડીયા ગ્રામ્યના આગેવાનો , વડીલો વિશેષ હાજર રહ્યા હતા અને ગ્રામજનો દ્વારા બસની પુજા આરતી કરી શ્રીફળ વધેરી નવીન રૂટ પર જનાર બસનું સ્વાગત કરી ઝાલોદ ડેપોના નિર્ણયને ગ્રામજનો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો.