યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૨મા સમાધિ ઉત્સવ નિમિત્તે  વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૨મા સમાધિ ઉત્સવ નિમિત્તે  વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

નડિયાદ: યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૨મા સમાધિ ઉત્સવ નિમિત્તે યોજાનાર સાકરવર્ષા અને મેળાના નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો હાથ ધરાયા છે. જેમાં ભાગવત સપ્તાહ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ગાયકો અને ભજનીકોના કાર્યક્રમો યોજાશે.નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૨મા સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. આગામી ૫મી ફેબ્રુઆરીએ સાકર વર્ષા અને સંતરામ મેળો ભરાશે. જેમાં સુપ્રસિદ્ધ ભાગવત્ કથાકાર પૂ. જીગ્નેશદાદાની કથા ૨૩થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન દરરોજ સવારે થશે. આ ઉપરાંત ગુજરાતના જાણીતા સંગીતકારો, ગાયકો, અને ભજનીકો દરરોજ રાત્રે ભક્તિસંગીતમાં ચરોતરની પ્રજાને તલ્લીન કરશે. જેમાં સુપ્રસિદ્ધ ભજનીક  હેમંત ચૌહાણ ઉપરાંત મન મોર બની થનગાટ કરેથી પ્રસિદ્ધ થયેલા  ઓસમાન મીર, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, વડોદરાના યુનાઇટેડ ગરબાના પ્રસિદ્ધ ગાયકઅતુલ પુરોહિત, ઘોઘાવદરના સુપ્રસિદ્ધ ભજનીક  નિરંજન રાજ્યગુરુ વગેરેનુંભક્તિ સંગીતતા.૨૩જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૭.૩૦કલાકે સંતરામ મંદિરના મુખ્ય કથામંડપમાં યોજાશે.ત્યારબાદ ૩૦મી જાન્યુઆરીથી બપોરે ૩ થી ૬ ગીતાજી સત્સંગ, રજી અને જીફેબ્રુઆરીએ સંતો-ભક્તો દ્વારા પદગાન, ૩જી અને ચોથી તારીખે શ્રીરામ ચરિત સમુહ પારાયણ(અખંડ), આ અગાઉ ૭ થી ૧૩મી જાન્યુઆરી મુંબઇના પ્રો.જીતેન્દ્રદવેનું મહાભારત પ્રવચન સત્ર, ૧૪ થી ૨૨મી જાન્યુઆરી સુધી વૃંદાવનના નવલરામજી મહારાજના મુખે શ્રી રામચરિત માનસ-નવાન્હ પારાયણ વગેરે કાર્યક્રમોયોજાશે. આગામી ૫મી ફેબ્રુઆરી એટલે કે મહાસુદ પૂર્ણિમાના રોજ દિવ્ય સાકર વર્ષાયોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!