નડિયાદ: કોંગ્રેસના ૪૦૦ જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદ: કોંગ્રેસના ૪૦૦ જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના હાથ છોડી ૪૦૦ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરતાં રાજકીય ગરમાવો આવ્યો
અરેરાના ડે.સરપંચ સાથે કોંગ્રેસના ખજાનચી રહેલા કિરણસિંહ સહિતના કાર્યકરોએ જિલ્લા કમલમ પહોંચી કેસરીયો ખેસ ધારણ કર્યો ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. ત્યારે ખેડા જિલ્લામાં મુખ્ય ગણાતા બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ પોતાના પક્ષ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ગતરોજ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર વિરોધપક્ષનાં નેતા અમિત ચાવડા સહિત જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિત વચ્ચે કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકના બીજા જ દિવસે કોંગ્રેસના ગઢમા મોટુ ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના અંદાજીત ૩૦૦થી ૪૦૦ જેટલા કાર્યકરો કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ અને ભાજપે પોતાનું વર્ચસ્વ જમાવવા જિલ્લામાં અત્યારથી શરૂઆત કરી જિલ્લા પ્રમુખ વિપુલ પટેલની અધ્યક્ષતામાં આજે આવી પહોંચેલા મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેમાં અરેરાના ડે.સરપંચ સાથે કોંગ્રેસના ખજાનચી રહેલા કિરણસિંહ સહિતના કાર્યકરોએ જિલ્લા કમલમ પહોંચી કેસરીયો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે, આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. ત્યારે તેની તૈયારીમાં કોંગ્રેસ અને ભાજપે પોતાનું વર્ચસ્વ જમાવવા જિલ્લામાં અત્યારથી શરૂઆત કરી દીધી છે. સંપૂર્ણ બહુમતીથી ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા જીતીશે.જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જેમ વિધાનસભામાં રેકોર્ડ રહ્યો છે તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રંગ રહેશે જિલ્લાની છ વિધાનસભા જેમ ભાજપે કબજે કરી છે તેવી જ રીતે સંપૂર્ણ બહુમતીથી ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા જીતીશે. જ્યારે કોંગ્રેસમાંથી આવેલા અરેરાના ડેપ્યુટી સરપંચ અને કોંગ્રેસના ખજાનચી કિરણસિંહ જણાવે છે કે દેશનો વિકાસ જોઈ સાથે દેશના પ્રગતિશીલ પંથ જોઈ અમે ભાજપના ખેસ પહેર્યો છે.