દાહોદમાં યુવકને ધાકધમકી આપી એક યુવતી સહિત ચાર જણાએ રૂ.૨૫ હજાર પડાવી લીધા

દાહોદ તા.૧૪
દાહોદ શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવતી સહિત ચાર જણાએ એક યુવકને શહેરના ગોધરા રોડ ખાતે બોલાવી યુવકના યુવતી સાથે ફોટા પાડી, ધાકધમકીઓ આપ્યા બાદ પોલીસમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી અને યુવક પાસેથી રૂ.૨૫ હજાર બળજબરી પુર્વક પડાવી લઈ બાકીના ૫૦ હજારની માંગણી કરી હતી અને નહીં આપે તો મારી નાંખવાની ધમકી યુવકને આપતાં યુવકે પોલીસનો સહારો લીધો છે.
પ્રિતીબેન, જાવેદ, રહીમ અને બીજા એક અજાણ્યો ઈસમ (સરનામા ખબર નથી) એમ ચારેય જણાએ એકબીજાના મેળાપીપળામાં પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચ્યુ હતુ. ગત તા.૧૨.૧૨.૨૦૧૯ના રોજ પ્રિતીબેને નક્કી કરેલ જગ્યાએ એટલે કે, શહેરના ગોધરા રોડ ખાતે દાહોદ શહેરના માતંગીનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ઉર્ફે બામ બંસીલાલ ખંડેલવાલને ગોધરા રોડ ખાતે પ્રિતીબેન લઈ હતી જ્યા એક ઈસમ આવેલ અને કિશોરભાઈને બેફામ ગાળો બોલવા લાગેલ હતો. આ દરમ્યાન અજાણ્યા યુવકે કિશોરભાઈ અને પ્રિતીબેનના ફોટા પાડી લીધા હતા અને ત્યાર બાદ જાવેદ અને રહીમ નામક ઈસમો પણ ત્યા આવી પહોંચ્યા હતા. પ્રિતિ,જાવેદ,રહીમ તથા અજાણ્યા ઈસમે કિશોરભાઈને ફરીયાદ કરવાની ધાકધમકીઓ આપી હતી અને બાદમાં રૂ.૨૫ હજાર કિશોરભાઈ પાસેથી બળજબરી પુર્વક કઢાવી લીધા હતા. બાકીના રૂ.૫૦ હજારની માંગણી પણ કરી હતી અને જા રૂપીયા નહીં આપે તો કિશોરભાઈને મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે કિશોરભાઈ ઉર્ફે બામ બંસીલાલ ખંડેલવાલે દાહોદ શહેર પોલીસ મથકે પ્રિતીબેન, જાવેદ, રહીમ તથા બીજા એક અજાણ્યો ઈસમ એમ ચારેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
———————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!