‘પરીક્ષા પે ચિત્ર સ્પર્ધા કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાઇ.
નીલ ડોડીયાર
દાહોદ કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાઇ રાષ્ટ્રીય ચિત્રકળ સ્પર્ધા 14 શાળાના વિદ્યાર્થીઓ એ લીધો ભાગ
કેન્દ્રિય વિદ્યાલય દાહોદ ખાતે આજે તારીખ 23/01/2023 ના રોજ રાષ્ટ્રીય સ્તર પર યોજાયું હતું જેમાં કેન્દ્રીય વિદ્યાલય ચિત્રકળા સ્પર્ધાના નોડલ સેન્ટર તરીકે પસંદ કરવામાં આવેલ હતું . આ કાર્યક્રમમાં દાહોદ ની વિવિધ 14 શાળાઓમાંથી ધોરણ 9 થી 12 ના લગભગ 100 બાળકોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો આ ચિત્રકળા સ્પર્ધા માટે ભારત ના માનનીય પ્રધાન મંત્રી શ્રી ના કાર્યક્રમ ‘પરીક્ષા પર ચર્ચા’ માં પ્રધાનમંત્રીજી એ બતાવેલ મંત્રો ને પણ વિષયના રૂપમાં લેવામાં આવ્યો હતો . સ્પર્ધાની શરૂઆત સવારે 10 વાગે થઈ હતી અને બપોરના 12 વાગ્યા સુધી ચાલી હતીઆ સ્પર્ધાનો ઉદ્દેશ્ય બાળકોને પરીક્ષાના સમયે ભયમુક્ત અને તનાવરહિત વાતાવરણ માં અભ્યાસ કરીને પોતાની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવાનો છે જેથી વિદ્યાર્થીઓ સ્ટ્રેસ મુક્ત રહી અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકેઆ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક પ્રતિયોગી ને માનનીય પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીના ના પુસ્તક ‘એક્ઝામ વોરિયર’ અને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે સ્પર્ધામાં પસંદગી પામેલ પ્રથમ પાંચ બાળકોને સન્માનીત કરવામાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કિશોરકુમાર રાજહંસ પિત્રોડા કીર્તન અને કલ્પેશભાઈ પ્રજાપતિએ નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી. તેમાંથી નીચે મુજબના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ ઇનામ માટે પસંદ કરવામાં આવ્યા હતા.જેમાં ભુરીયા રિતિકા સેન્ટ સ્ટીફન હાઇસ્કુલ દાહોદ, બામણીયા છાયા એકલવ્ય મોડેલ સ્કૂલ ખરેડી
પીઠાયા નિખિલ my high school દાહોદ, ચાવડા ઈશા સેન્ટ સ્ટીફન્સ હાઇસ્કુલ દાહોદ,નીનામા ભાર્ગવી જવાહર નવોદય સ્કૂલ ખરેડી.વિજેતા જાહેર કરાયા હતા. આ સ્પર્ધા અર્ચના શર્મા સ્પર્ધાના નોડલ ઓફીસર ની નિર્ણાયક ભૂમીકા ભજવી હતી.