રાષ્ટ્રીય મહાસચિવ વિશ્વ સનાતન સંઘમાં રાષ્ટ્રીય પ્રચાર ઉપદેશ રાણાને મારી નાંખવાનો કોલ ફોનથી ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ
દાહોદ તા.૨૧
રાષ્ટ્રીય મહાસચિવ વિશ્વ સનાતન સંઘમાં રાષ્ટ્રીય પ્રચાર તરીકે પ્રચાર કરતાં અને ઉપદેશ રાણા યુધ્ધ ઓર્ગેનાઈઝેશન સંઘઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા આજરોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં તે સમયે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા ઈસમોના ફોન આવતાં તેઓને બિભત્સ ગાળો બોલી, સરકાર દ્વારા લેવાયેલ સીએએ સમર્થન રેલીનો કરવાના હોય તે સંદર્ભમાં ધાકધમકી આપી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાદ ઉપદેશ રાણા અને તેમના સહભાગીએ ઝાલોદ પોલીસ મથકે જઈ આ બાબતની ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી છે.
ઉપદેશ રાણા અને તેમના સહભાગી સોમીલ શર્મા એમ બંન્ને જણા પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીમાં બેસી બાંસવાડા થી સુરત જવા રવાના થયા હતા તે સમયે રસ્તામાં દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ નજીક આવતાં ઉપદેશ રાણાના મોબાઈલ નં.૯૫૩૬૭૧૭૧૪૮ ઉપર +૦૦૦૦૯૧૯૫૩૬ ૭૧૭૧૪૮ તેમજ +૭૯૮ જેની નીચે ઈગ્લીંશમાં રૂસીયા લખેલ હતો તે નંબર પરથી ફોન આવ્યો હતો અને તેઓને જાનથી મારી નાંખવાની ધમકી તેમજ બિભત્સ ગાળો બોલતા હતા અને તારીખ ૨૫.૧૨.૨૦૧૯ના રોજ ઉપદેશ રાણા સરકાર દ્વારા લેવાયેલ સીએએ સમર્થન રેલીના આયોજન કરવાનો હોય તે અનુસંધાને આ પ્રોગ્રામ કરવાનો હોય જેથી આજ કાર્યક્રમ અનુસંધાને ઉપદેશ રાણાને મારી નાંખવાની ધમકી આપી હતી ત્યાર બાદ બીજા એક ફોન નં.+૧૮૦૦૬૮ જેની નીચે ઈગ્લીંશમાં યુનાઈટેડ સ્ટેલ લખેલ હતુ તે નંબરથી પણ કોઈકે હિન્દીમાં વાત કરી બેફામ ગાળો બોલી હતી અને કહેલ કે, તુ જે જગ્યાએ છે તે જ જગ્યાએ તને ગોળી મારી દઈશુ, તેવી ધમકીઓ ભર્યા ઉપદેશ રાણાને કોલ આવતાં ઉપદેશ રાણા અને તેના સહભાગી સોમીલ શર્મા બંન્ને ઝાલોદ પોલીસ મથકે દોડી ગયા હતા અને જ્યા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉપદેશ રાણા દ્વારા આ તમામ ધમકી ભર્યા કોલની ઓડિયો રેકો‹ડગ પણ લઈ લેતા હાલ તે દાહોદ જિલ્લામાં સોશીયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.