HYJS રાજસ્થાનના ૩૫૦ જેટલા પાવાગઢ દર્શને જતા કાર્યકર્તા ઓનું અજીતદેવ પારગી અને વિશ્વ હિંદુ પરિષદ લીમડીના કાર્યકર્તા ઓએ ભવ્ય સ્વાગત કર્યુ.
પંકજ પંડિત ઝાલોદ
HYJS રાજસ્થાનના ૩૫૦ જેટલા પાવાગઢ દર્શને જતા કાર્યકર્તાઓનું જનજાતી સામાજીક આગેવાન અજીતદેવ પારગી અને વિશ્વ હિંદુ પરિષદ લીમડીના કાર્યકર્તા ઓએ ભવ્ય સ્વાગત કર્યુ.
હિન્દુ યુવા જનજાતિ સંગઠન કુશલગઢ રાજસ્થાન થી પાવાગઢ દર્શન યાત્રા નું લીમડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું આ તબક્કે જનજાતિ સામાજીક આગેવાન અજીતદેવ પારગીની સાથે લીમડી પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ ધામના ડેવલપમેન્ટ પછી દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ પાવાગઢ ધામ અને માતા મહાકાળીમા અપાર શ્રદ્ધા ધરાવે છે અને સમયાંતરે મોટી સંખ્યામાં દર્શને પણ જાય છે આજરોજ હિન્દુ યુવા જનજાતી સંગઠન કુશલગઢ રાજસ્થાન થી 350 થી વધારે યાત્રાળુ કાર્યકર્તાઓ HYJS બાંસવાડા જીલ્લા પ્રમુખ કમલેશજી ડામોર, રણવીર સિંહ અમલીયાર, મહેશ પરમાર, મહેશ કટારા ભાવસિંગ મુનિયા વગેરે કાર્યકર્તાઓના નેતૃત્વમાં ટ્રાવેલ્સો દ્વારા પાવાગઢ દર્શનને નીકળ્યા હતા જેમનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બળવંતભાઈ ખોડ, શૈલેષભાઈ માળી પ્રવીણભાઈ કલાલ, ગૌરક્ષાદળના પિયુષભાઈ વગેરે કાર્યકર્તાઓએ ચાકલીયા ચોકડી પર દર્શનાર્થીઓ પર ફુલો વરસાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. ચાકલીયા ચોકડી બસ સ્ટેશન સુધીનો માર્ગ ભારતમાતાકી જય, પાવાગઢ ધામની જય, જય રામ ના નારાઓથી ગુંજિત થઈને ધર્મમય બની ગયો હતો. પરસ્પર શુભકામનાઓ સાથે યાત્રાળુઓએ પાવાગઢ તરફ પ્રયાણ કર્યુ હતુ.




