દાહોદ નગરપાલિકા દ્વારા નવીન મીની મોક્ષ રથ શહેરીજનોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
સિંધુઉદય ન્યુસ
દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા દ્વારા નવીન મીની મોક્ષ રથ શહેરીજનોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેની સાથે કેટલાંક વિસ્તારોમાં નવીન રસ્તાઓનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું છે.
દાહોદ શહેર સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે ધીમે ધીમે દાહોદ શહેરમાં વિવિધ વિકાસના કામો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સેવામાં મીની મોક્ષ રથ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો બીજી તરફ દાહોદ શહેરમાં કેટલાંક વિસ્તારોમાં જેવા કે, અમૃતવાડી સોસાયટી, આદિવાસી સોસાયટી, કન્યા શાળા રોડ વિસ્તાર વિગેરે જેવા વિસ્તારોમાં ભુગર્ભ ગટરની કામગીરી દરમ્યાન રસ્તાઓનું ખોદકામ કરી નાંખવામાં આવ્યું હતું ત્યારે આ રસ્તાઓને પુનઃ સુવ્યવસ્થિત કરવાના નિર્ણય સાથે આ રસ્તાઓને નવીન બનાવવામાં માટે રસ્તાઓનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહુર્તના કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, વિસ્તારના કાઉન્સીલરો સહિત સ્થાનીક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.