કપડવંજના અતિસારમાં ગટરના પાણીથી વાહન ચાલકો પરેશાન

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

કપડવંજ તાલુકાના અંતિસરના ગ્રામજનો ગંદકીનો સામનો કરી રહ્યા છે.  આ રસ્તાની બાજુમાં પાણી જવા માટે ગટરો બનાવેલી છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા અણ આવડતને
કારણે ભંગાર ગટરો બનાવીને સરકારી નાણાનો દુરવ્યય થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ કાદવથી ખદબદતુ ગંદુ પાણી રસ્તા ઉપર આવી ગયું છે. જેથી રાહદારીઓ
અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે ગંદકીને કારણે ગ્રામજનોમાં રોષ ની લાગણી વ્યાપી છે. ગંદકીને કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવનાઓ રહેલી છે આ અંગે સરપંચનેવારંવાર રજૂઆતો પણ કરેલ છે છતાં કોઈ નિકાલ આવતો નથી માટે અંતિસરના ગ્રામજનોના સ્વાસ્થ્ય ના હિત માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!