સ્પર્શ ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદમાં ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ માં મહિલા ટીમમાં ફતેપુરા અને પુરૂષ ટીમમાં દેવગઢ બારીયા ઇલેવન નો ભવ્ય વિજય

SINDHUUDAY NEWS

સ્પર્શ ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદમાં ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ માં મહિલા ટીમમાં ફતેપુરા અને પુરૂષ ટીમમાં દેવગઢ બારીયા ઇલેવન નો ભવ્ય વિજય

“સ્પર્શ ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદ ડિસ્ટ્રિક્ટ હેલ્થ એમ્પ્લોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જીલ્લાની કુલ ૧૬ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમા આજે ફાઇનલ મેચને ખુલ્લી મુકતા દાહોદ 132 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તથા જીલ્લા રક્તપિત્ત અઘિકારી ડો. આર. ડી. પહાડીયા , જીલ્લા RCHO અઘિકારી ડૉ ઉદય ટીલાવત સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સહન આપ્યું પ્રથમ ફાઇનલ મેચ મહિલાઓ ની જેમાં દાહોદ અને ફતેપુરા વચ્ચે રમાઇ જેમાં દાહોદ ની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી જેમાં ફતેપુરા ની ટીમે 10ઓવર ની અંદર 78 રન 2 વિકેટે બનાવ્યા જેના જવાબમાં દાહોદ ની ટીમે 48રન 8વિકેટ ગુમાવી બનાવ્યા આ મેચ ફતેપુરાએ 30 રન થી જીતી લીધી, મહિલા ટીમના કેપ્ટન ડૉ અનિતા ઉમાને ટ્રોફી આપી ને સન્માનીત કરવામાં આવી, જયારે પુરૂષ ની ફાઇનલ મેચ દેવગઢ બારીયા ઇલેવન અને લીમખેડા ઇલેવન વચ્ચે રમાઇ જેમા દેવગઢ બારીયા ઇલેવન ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી જેમાં લીમખેડા પ્રથમ બેટિંગ કરતાં 10ઓવર માં 91રન 9વિકેટના નુકસાન પર બાવ્યા જેના જવાબમા દેવગઢ બારીયા ઇલેવન 93રન 2વિકેટ ગુમાવીને બનાવ્યા આ મેચ દેવગઢ બારીયા ઇલેવન ટીમ 8 વિકેટે વિજેતા બની આ ફાઇનલ મેચમાં “સ્પર્શ” મેનઓફ ધ મેચ ડો અમિત મછાર ખૂબજ સરસ બેટિંગ કરવા બદલ “સ્પર્શ” મેનઓફ ધી સીરીઝ ડૉ અશોક કુંડળ., “સ્પર્શ”બેસ્ટ બેટ્સમેન ડૉ અશોક કુંડળ,”સ્પર્શ”બેસ્ટ બોલર કીર્તન બારીયા ને એવોર્ડનું વિતરણ માન.ધારાસભ્ય શ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું તથા વિજેતા ટીમના દરેક ખેલાડીઓ ને “સ્પર્શ”ગોલ્ડન મેડલ 🏅 અને રનઅપ ટીમના ખેલાડીઓ ને “સ્પર્શ “સિલ્વર મેડલ 🏅 પહેરાવવા માં આવ્યા, વિજેતા ટીમનાં કેપ્ટન ડૉ કલ્પેશ બારીયા ને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યા અને રનઅપ ટીમ ને પણ ટ્રોફી આપવામાં આવી, “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન ને સફળ બનાવવા બદલ કમિટી ના તમામ સભ્યોનો અમ્પાયર મિત્રો તથા સ્કોરર નો જીલ્લા રક્તપિત્ત અધિકારશ્રી ડૉ આર. ડી. પહાડીયા દવારા શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: