કંપડવજના બંધ મકાનમાંથી ૧.૫૬ લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
કંપડવજના બંધ મકાનમાંથી ૧.૫૬ લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

કપડવંજના પિયુષકુમાર ધીરુભાઈ જોશી પોતાનું મકાન બંધ કરી સુરત સામાજીક વ્યવહારે ગયો હતા અને તસ્કરોએ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ શહેરના  સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા પિયુષકુમાર ધીરુભાઈ જોશી જે પરિવાર સાથે ૩ ફેબ્રુઆરીએ  મકાન બંધ કરી સુરત  સામાજીક વ્યવહાર પ્રસંગે ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા  ઈસમે તેમના  મકાનમાં  ચોરી કરી ફરાર થઇ ગયા છે. બીજા દિવસે પડોશી મારફતે  પિયુષભાઈને તેમના ઘરે ચોરી થઈ હોવાનું ખબર પડતા તેઓ તરતજ સુરતથી પોતાના ઘરે કપડવંજ  આવી ગયા હતા. આવીને જોયું તો  તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી વચ્ચેની રૂમમાં  તિજોરીનુ તાળુ તોડી તેમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૧ લાખ ૫૬ હજારની ચોરી કરી  ફરાર થઇ ગયા છે. પિયુષભાઈએ બનવાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!