નડિયાદના વોર્ડ નં.૬ માં પાયાની સુવિધાઓ ને લઇને રહિશો નો વિરોધ પ્રદર્શન કરાયું
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ શહેરના વોર્ડ નંબર ૬મા પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રોડ, રસ્તા, ગંદકી, ગટર ઊભરાવવી સહિતના પ્રશ્નોનો જોવા મળે છે.આ વોર્ડમાં આવેલ નવા ગાજીપુર વિસ્તાર કે જે સલુણ બજાર વરીયાળી માર્કેટ વિસ્તાર પાછળ આવેલ મુળેશ્વર તળાવની આસપાસનો છે. અહીયા ૨૫૦થી વધુ પરિવારો રહે છે. છેલ્લા એકાદ વર્ષથી તળાવમાં નજીકના વિસ્તારોનુ ગટરનું પાણી વાળ્યું છે. એ આ તળાવ વારે ઘડીએ ઓવરફ્લો થાય છે અને તળાવના ગંદા પાણી અહીંયા આસપાસ રહેતા ઘરના આંગણા સુધી પહોચ્યા છે. જેના કારણે ગંદકી થતા રોગચાળાની દેહશત પણ સિવાય રહી છે.આની અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રના બહેરા કાને આ અવાજ ન પહોંચતા આક્રોશમાં આવેલા સ્થાનિકોએ અને મહિલાઓએ રોડ ઉપર ઉતરી આજે બુધવારના રોજ સવારે ચક્કાજામ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા બાળકો અને યુવાનો રોડ ઉપર ઉતરી રોડની વચ્ચોવચ બેસી ગયા હતા. આને સુત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જોકે લાંબા સમય બાદ પોલીસ તંત્ર આવી પહોંચતા સમજાવટ મારફતે રસ્તાને ખુલ્લો કરાવ્યો હતો.આ વોર્ડના પાલિકા અપક્ષ સભ્ય માજીદખાન પઠાણે જણાવે છે કે મૂળેશ્વર તળાવના પ્રશ્ન અંગે અનેકવાર તંત્રને રજૂઆત અને હાલ પણ કરી છે. કોઈ એવી સામાન્ય સભા ન હોય કે આ મુદ્દો મેં ઉઠાવ્યો ન હોય સામાન્ય સભામાં મુદ્દો ચર્ચામાં લીધો છે. ઉપરાંત કલેકટર સુધી પણ રજૂઆત કરી છે. આમ છતાં પણ અમારી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી. અને જો આવનાર સમયમાં નિરાકરણ નહીં આવે તો આજે જે પ્રમાણે ચક્કા જામ કર્યું છે તે પ્રમાણે દરરોજ ટ્રાફિક જામ કરીશું અને ગાંધીનગર સુધી અમે પહોંચીશું.