ગોધરા એક્સપ્રેસવેઝ પ્રાઈવેટ લિમિટેડ જાહેર સૂચના

બ્યુરોચીફ કેતન ભટ્ટ

રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૪૭ (ગોધરા થી ગુજરાત/મધ્ય પ્રદેશ સીમા ખંડ) ના કિ.મી. ૧૪૦,૦૦૦ ચેનેઝ પર આવેલ પાનમ નદી ઉપરના પુલ ની તપાસણી અને મરામત હેતુ વાહન વ્યવહાર બંધ કરવા બાબતની જાહેર સૂચના ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૭ ગોધરા ધી ગુજરાત મધ્ય પ્રદેશ સીમા ખંડ ના ચાર માર્ગીયકરણ ના કામે ગોધરાથી દાહોદ તરફ જતા ડાબી બાજુએ કિ.મી. ૧૪૦,૦૦૦ ચેનેઝ પાસે સંતરોડ અને ઓરવાડા વચ્ચે પાનમ નદી ઉપર નવા પુલ નું નિર્માણ થયેલ છે. તથા ગોધરા થી દાહોદ જવાના રસને જમણી બાજુએ પાનમ નદી ઉપર જૂનો પુલ આવેલ છે. સદર જમણી બાજુના જૂના પુલ ની નિષ્ણાંતો દ્રારા તપાસણી અને ત્યારબાદ તેના અનુગામી કામગીરી કરવાની જરૂરિયાત અન્ય ધોરીમાર્ગ વપરાશકર્તા તથા સ્થાનિક લોકો ની સુરક્ષા હેતુ વાહન વ્યવહાર બંધ કરવાની જરૂરિયાત ઉભી થવા પામેલ છે. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે દાહોદ થી ગોધરા તરફ જવાના રસ્તે કિ.મી. ૧૪૦,૦૦૦ ચેઝ પાસે આવેલ જૂના પુલ ઉપર ની અવર-જવર (ટ્રાફીક) ને તારીખ ૧૪.૦૨.૨૦૨૩ (૧૧:૦૦ કલાક) થી જમણી બાજુ એ વાળવામાં આવેલ છે જેના માટે જાહેર જનતાને તથા ધોરીમાર્ગ વપરાશકર્તાઓને જરૂરી સહકાર આપવા વિનંતી છે તથા ડાયવર્ઝન કરેલ રસ્તા પર સુરક્ષા, સલામતી અન્વયે ગતિ નિયમો નું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: