મહેમદાવાદમાં વ્યાજખોરોએ પિતાપુત્રને ધમકી આપતા ફરીદ નોંધાઇ.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

મહેમદાવાદમાં વ્યાજખોરોએ પિતાપુત્રને ધમકી આપતા ફરીદ નોંધાઇ

મહેમદાવાદના ખાત્રજમાં પિતા-પુત્રએ વ્યાજખોરો પાસેથી નાણાં લીધા અને વ્યાજખોરોએ ૧૩૮ ના કેસમાં ફસાવવાની ધમકી આપતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ મામલે વ્યાજખોર અને ઉઘરાણીકરનાર મળી કનીજ ગામના કુલ ૩ વ્યક્તિઓ સામે મહેમદાવાદ પોલીસમા ફરિયાદ નોંધાઈ છે. મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામે રામપુરા વિસ્તારમાં રહેતા ભાથીભાઈ ધુળાભાઈ ઝાલાએ આશરે દોઢેક માસ પહેલા દવાખાનુ આવી જતા તેમને અનેપરિવારને નાણાંની જરૂર પડતાં  કનીજ ગામે રહેતા વિષ્ણુભાઈ ઉર્ફે વિશ્વજીતસિંહજાદવના સંપર્કમાં આવ્યા હતા. આ બાદ આ વિષ્ણુભાઈ ઉર્ફે વિશ્વજીતસિંહએ જણાવ્યું કે અમારા ભાગીદારોની ઓફિસ નેનપુર ચોકડી પાસે  આવેલ છે ત્યાંઆવી તમે મળી જજો તેમ કહ્યું હતું.આથી ભાથીભાઈ અને તેમના મિત્ર બુધાભાઈ રાવજીભાઈ ચૌહાણને પણ પૈસાની જરૂર હોવાથી આ બંને લોકો જણાવેલ ઓફિસે પહોંચી ગયા હતા.ત્યાં વિષ્ણુભાઈ ઉર્ફે વિશ્વજીતસિંહ જાદવ, અજયસિંહ ઉર્ફે લખનભાઈ જાદવ અનેયુવરાજસિંહ જાદવ (તમામ રહે.કનીજ, મહેમદાવાદ) હાજર હતાં. અને આ ભાથીભાઈ ઝાલાને ૮ હજાર તેમજ તેમના મિત્રને ૧૪૦૦ રૂપિયા વ્યાજ પેટે ઉપરોક્તવ્યાજખોરોએ આપેલા હતા. તો ભાથીભાઈ ઝાલાના દિકરાએ પણ ૫ હજાર વ્યાજે લીધા હતા. ભથીભાઈએ ટુકડેટુકડે નાણાભરપાઈ કર્યા હતા પરંતુ વ્યાજ ચૂકવવા મુશ્કેલ બન્યું હતું. જેથી વ્યાજખોરોએ જણાવ કે વ્યાજ તો આપવું જ પડશે અથવા તો તમે આપેલો સહી કરેલ ચેકમાં મોટી રકમા ભરી બેંકમા જમા કરાવીશુઅને ૧૩૮નો કેસમાં ફસાવી દઈશુ તેવી ધમકી આપી હતી. આટલી થી વાત ન અટકતા અવારનવાર ગાળો બોલતા હતા. આથી આ સમગ્ર મામલે ભથીભાઈ ઝાલાએ ઉપરોક્ત ત્રણેય વ્યાજખોરો સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: