ફેસબુક પરથી એક્ટીવાની ખરીદી ભારે પડી, ગઠીયાએ રૂપિયા લઈ લિધા અને એક્ટીવા પણ ન આપ્યું
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
મહેમદાવાદમાં રહેતી એક યુવતીને એક્ટીવા ખરીદવા ફેસબુક એડ પર ભરોસો કરવો ભારે પડ્યો છે. ગઠીયાએ વિશ્વાસ કેળવી રૂપિયા મેળવી લીધા અને એક્ટીવા આપ્યુ જ નહીં અને રૂપિયા પણ ન આપતા અંતે પોલીસ ફરીયાદ નોધાઇ છે. મહેમદાવાદ શહેરમાં રહેતી વંદનાબેન કિશનભાઇ પરમાર અમદાવાદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. ૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ફેસબુક એકાઉન્ટમાં એકટીવા ની એડ હતી. તેની પર લખેલા નંબર પર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે તમે ૧ હજાર રૂપિયા બાના પેટે ઓનલાઇન કરો તેથી આ વંદનાબેને હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પછી આ વ્યક્તિએ કહ્યું કે હું વડોદરા મીલેટ્રીમાં છું અને એક્ટીવા વડોદરા મિલેટ્રી કેમ્પમાં છે જેથી તમારે એન્ટ્રી લેવા પાસ બનાવવો પડશે તેમ કહી તમારે પૂરેપૂરુ પેમેન્ટ આપવું પડશે તેમ જણાવી અલગ અલગ ટ્રાન્જેક્શનથી રૂપિયા ૨૪ હજાર ૫૦૦ મેળવી દીધા હતા. જોકે બાદમાં એક્ટિવા આપ્યુ નહીં અને રૂપિયા પણ આપ્યા નહીં પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવો તેમ કેહતા વંદનાબેનને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા સમગ્ર મામલે આજે મહેમદાવાદ પોલીસમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.