નડિયાદ ગંજ બજારમાં થી ડુપ્લીકેટ ચા નોજથ્થો મળી આવ્યો, ૩ લોકો સામે ફરીયાદ.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદ ગંજ બજારમાં આવેલી દુકાનમાંથી બ્રાન્ડેડ ચા નો જથ્થો મળી આવતાં સમગ્ર વેચાણ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં દુકાનદાર સહિત ૩ વ્યક્તિઓ સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં વાઘ બકરી હાઉસમાં વાઈસ પ્રેસીડન્ટ લીગલ તરીકે ફરજ બજાવતા હેતલકુમાર ધિરજલાલ હિન્ડોચાને ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ નડિયાદ સ્થિત વાઘ બકરીના સેલ્સ મેનેજર મારફતે નડિયાદમાં અમારી આ ચા ના ડુપ્લીકેટ માલ વેચાઈ રહ્યો છે તેવી જાણ થઈ હતી. શહેરમાં નડિયાદના ગંજબજાર માં આવેલી જય માતાજી ટ્રેડીંગ નામની દુકાનમા નકલી વાઘબકરી ચા ની રૂપિયા ૧૦ વાળા પેકેટના બાંધાનું જથ્થાબંધ વેચાણ થતું હોવાનું અમારા ધ્યાને આવેલું હતું. પરીક્ષણમાં ચા ડુપ્લીકેટ હોવાનું સામે રાહે બાતમી મળતા અમે આ પેકેટની ગ્રાહક તરીકે મેળવ્યું હતું. અને એ બાદ અમારા પરીક્ષણમાં આપતાં આ ચા ડુપ્લીકેટ હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી ગત ૧૪ મીના રોજ સ્થાનિક પોલીસને સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ કંપનીના લોકો ત્રાટક્યા હતા. જ્યા દુકાનદાર સંજય ઠક્કરને સાથે રાખી સર્ચ કરતાં ઉપરોક્ત ડુપ્લીકેટ ચા ના ૧૦ રૂપિયા ના કુલ ૫૫ બાંધા મળી આવ્યાં હતા. જેની કિંમત ૨૨ હજાર થાય છે. આ ડુપ્લીકેટ ચા નો જથ્થોકોની પાસેથી લિધેલ છે, તે અંગે પૂછપરછ કરતા સંજયે જણાવ્યું કે, આ ચા ના જથ્થો અમદાવાદ કાલુપુર સીટી સેન્ટરમાં આવેલી દુકાન નં.એફ.૮ ઉત્સવ માર્કેટીંગ નામની કટલરીની દુકાન વાળા પાસેથી મંગાવેલ હતો. જેથી તેની પાસેથી ખરીદ બીલની માગણી કરતા તેઓએ ઉત્સવ માર્કેટીંગનું કાચુ બીલ તથા જામનગર ટ્રાસપોર્ટની રસીદ બતાવી હતી. કંપનીએ મળી આવેલી ડુપ્લીકેટ વાઘબકરી ચા નો જથ્થો કબજે લીધેલ હતો, અને અમદાવાદ ઉત્સવ માર્કેટીંગની દુકાનમાં જઇ તપાસ કરેલ પરંતુ ત્યાંથી કોઇ ચિજવસ્તુ મળી આવેલી ન હતી. દુકાનના માલીક ઉત્સવભાઇ હાજર હોય તેઓને સદર ચાનો જથ્થો નડીયાદ મોકલી આપેલ હતો તે ક્યાંથી મેળવેલ હતો તે અંગે પુછતા તેઓએ પોતાને તે વાઘબકરી ચા ના પેકેટના કુલ ૫૫ બાંધા વિનોદ શ્યામલાલ સારામાણી (સિંધી) રહે.પાશ્વનાથ ટાઉનશીપ, ક્રિષ્નાનગર, નવા નરોડા અમદાવાદ એ મોકલી આપેલ હતો. નડિયાદના વ્યપારી સંજયભાઇ ઠક્કર એ ઓર્ડર કરતા તેઓને મોકલી આપેલ હતો. ત્યારબાદ ચા ના બાંધા બાબતે વિનોદભાઇ સિંધી ને પણ પુછપરછ કરતા તેઓએ આ ચા ના બાંધા ઉત્સવભાઇનાઓને આપેલ હતા તેમ જણાવેલ પરંતુ તે ક્યાંથી લાવ્યા કોની પાસેથી લાવેલ તે અંગે સાચી હકીકત જણાવેલ નહી અને પોતે તેને ઓળખતા નથી તેવા ગોળગોળ જવાબ આપ્યા હતા. જેથી આ સમગ્ર મામલે ૩ વ્યક્તિઓ સામે કંપનીના વાઈસ પ્રેસીડન્ટ લીગલ હેતલકુમારે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.