ગરબાડા તાલુકાના માતવમાં મામલતદાર ની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ
પ્ર્તિનિધિ ગરબાડા
રાત્રે સભામાં ગરબાડા મામલતદાર સહિત સલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
રાત્રે સભામાં ગામ લોકોના પ્રશ્નોના નિવારણ માટેની ચર્ચા થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના માતવા ગામ ખાતે ગરબાડા મામલતદાર કે.પી સવાઈ ની અધ્યક્ષતામાં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા મામલતદાર કે.પી સવાઈ જેમાં ગામ લોકોના પ્રશ્નો તેમજ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગામ લોકોના પ્રશ્નોની નિવારણ માટેની સૂચના પણ આપવામાં આવી હતી આ ગ્રામસભામાં ગામ લોકો આંગણવાડી વર્કર કરો તેમજ તલાટી સરપંચ સહિત સલગ્ન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા