ખેડાના વાસણા બુઝર્ગ માં પીવાનું પાણી દુષિત આવતા લોકો રોગચાળામાં સપડાયા.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા તાલુકાના વાસણા બુઝર્ગ ગામમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતાં ઝાડા ઉલટીના રોગચાળામાં ૨૫ થી વધુ લોકો બીમારમાં સપડાયા છે. જેથી
રવિવારે સવારે મહિલાનું રોગચાળાથી મોત થયુ હતું. ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કે છેલ્લા કેટલાય દિવસથી વણકરવાસ અને સેનવા વાસ ની અંદર પીવાના
પાણીમાં ગટરનું પાણી મિક્સ આવી રહ્યું છે. પીવાના દુષિત પાણી ને કારણે વિસ્તારના ૨૫ લોકોની તબિયત લથડી હતી. જેમાં લોકોને ઝાડા ઉલટી, પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી. ઘરે ઘરે લોકો બીમાર છે, જેમાંથી કેટલાકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં બાળકો સહિત ૨૫ લોકોની ઝાડા ઉલટી,
પેટમાં દુખાવાની ફરિયાદ છે. રવિવારે વહેલી સવારે સેનવા વાસમાં રહેતા ગંગાબેન શેનવાનું ઝાડા ઉલટીને કારણે મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોની ફરિયાદ છે, કે દૂષિત
પાણી બાબતે વારંવાર સરપંચનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકોને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની સમસ્યા વધી રહી છે. જેથી લોકોને ખાનગી હોસ્પિટલમાં દવા લેવા જઈ રહ્યા છે. બે દિવસ પહેલા આરોગ્યની ટીમ દ્વારા સેનવા વાસ તેમજ વણકરવાસમાં સર્વે કરી લોહી રિપોર્ટ તેમજ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ઝાડા ઉલટી ની દવાઓ આપવામાં આવી છે. પણ હજુ સુધી કોઈ રિપોર્ટ આવ્યા નથી. વણકરવાસ તેમજ શેનવા વાસ માં કુલ ૬૦ જેટલા ઘરો આવેલા છે જો આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા જલ્દી કાર્યવાહી લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાની ચિમકી ઉચ્ચારી છે.