સંજેલી તાલુકાના મોલી ગ્રામ પંચાયત ના વિકાસના કામો માં થયેલી ગેરરીતી ની તપાસ અંગે રજૂઆત.
–રિપોટર – ફરહાન પટેલ સંજેલી
સંજેલી તાલુકાના મોલી ગ્રામ પંચાયત ના વિકાસના કામો માં થયેલી ગેરરીતી ની તપાસ અંગે રજૂઆત. NRG ATVT MLA નાણાપંચ થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત.
સંજેલી તાલુકાના મોલી ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં થયેલા ATVT NRG MLA નાણાપંચ સહિત વિકાસના કામોમાં થયેલી જે રીતે તપાસ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા જિલ્લા અને કક્ષાએ રજૂઆત કરતા ખળભાટ મચી જવા પામ્યો હતો.
સંજેલી તાલુકાના મોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઇટાડી ગસલી ડોકી પતેલા ગામોનો સમાવેશ થાય છે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ ડામોર દ્વારા વર્ષ 2019 ડિસેમ્બર 2022 દરમિયાન નાણાપંચ યોજના ATVT વિકાસશીલ NRG MLA 15 ટકા વિવેક યોજના TSP યોજના પાણી પુરવઠા સહિતના વિવિધ યોજનાઓના વિકાસના કામોમાં ગામ દીઠ પ્રમાણે થયેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને સ્થળ નિરીક્ષણ કરી અને યોગ્ય તપાસ કરવા તેમજ પાણી પુરવઠા ની યોજના હેડ પંપ બોરવિથ મોટર મીની એલ આઇ નળ સાથે સામૂહિક કુવા હવાડા સરક્ષણ દીવાલો ચેક વોલ માટી મેટલ સી સી રસ્તા સામુહિક સ્મશાન ગૃહ વિવિધ યોજના ના વ્યક્તિગત કુવા સહિત 15 માં નાણાપંચના વિકાસ લક્ષી કામો માં મોટાપાય ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને તેમજ મૌલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા વિકાસ સહિત વિવિધ કામો માત્ર કાગળ પર જ દર્શાવી અને નાણાની ઉચાપત કરવામાં આવી હોવાની આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક બામણીયા રામસિંગભાઈ એ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનર ગાંધીનગર ને લેખિત રજૂઆત કરી વિકાસના કામોમાં થયેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરી અને ગેરરીતી આચરનાર સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.