નડિયાદના પ્રગતિનગરમાં લગ્ન પ્રસંગના મંડપ ઉપર વીજ પોલ પડતા નાસભાગ મચી
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદમાં આવેલ પ્રગતિ નગરમાં ગઈ રાત્રી ના સમયે જર્જરીત ફ્લેટ નું છજુ વિજ વાયરો ઉપર પડ્યો હતો જેના લીધે લાઇટ બંધ થઈ ગઈ હતી. સ્થાનિકોએ એમ.જી.વી.સી.એલ ને જાણ કરી હતી. જ્યારે સવારે માણસો વિજ પોલ નાખવાની કામગીરી કરવા આવ્યા હતા ત્યા વિજ પોલ નાખવાની કામગીરી ચાલી રહેલી તે દરમિયાન વિજ પોલ લગ્ન મંડપ ઉપર પડતા મંડપ તુટી ગયો હતો અને નાસભાગ મચી ગઇ હતી સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહીં આ થાંભલો પરતા જમણવાર બગડતા પરીવારે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રગતિનગર મા રહેતા રિદ્ધિબેન પ્રવિણભાઈ સોલંકી ના લગ્નની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ એમ.જી.વી.સી.એલે દ્વારા માણસો નવો વિજ પોલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા આ માણસો નશાની હાલતમા કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે



