દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર મળી આવેલ બે છોકરીઓને તેના માતા પિતાનો સંપર્ક કરી તેમના વાલી વારસોને સુપ્રત કરતી દાહોદ રેલ્વે પોલીસ, પ.રે.વડોદરા (જી.આર.પી)

રિપોટર – અજય સસી – દાહોદ

દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર મળી આવેલ બે છોકરીઓને તેના માતા પિતાનો સંપર્ક કરી તેમના વાલી વારસોને સુપ્રત કરતી દાહોદ રેલ્વે પોલીસ, પ.રે.વડોદરા (જી.આર.પી)

મહે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, રાજેશ પરમાર સાહેબ પ.રે.વડોદરા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ૫.રે.વડોદરા વિભાગ વડોદરા નાઓની સુચના મુજબ ગુમ થયેલ બાળકો તથા સ્ત્રીઓને શોધી કાઢવા આપેલ સુચન અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ.શ્રી જે.જે.લોઢીયા દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ અમો પોલીસ હેડ કોન્સ. રમણભાઇ મોહનભાઇ બ.નં.૮૭૩ તેમજ વુ.પો.કોન્સ.સુરેખાબેન કલસીંગભાઇ બ.નં.૮૭૧ તથા ‘સી’ ટીમના વુમન લોકરક્ષક સુરતીબેન રણસીંગભાઇ બ.નં.૨૯૦ નાઓ સાથે દાહોદ રેલ્વે સ્ટેશન મુસાફર ખાના તથા પ્લેટફોર્મ ઉપર પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન પ્લે.નં.૦૧ ઉપરના પશ્ચિમ તરફના છાપરા નીચે બાકડા ઉપર બે છોકરીઓ બેગ લઇને બેઠેલી અમારા જોવામા આવેલ જેથી અમોએ તેમને પુછપરછ કરતા કોઇ યોગ્ય જવાબ આપેલ ન હોય તેમજ રેલ્વેની ટીકીટ બાબતે પુછતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા હોય તેઓ બંન્ને છોકરીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના નામ ઠામ પુછતા જે પૈકી એક છોકરી પોતે પોતાનું નામ પાયલબેન સુરમલભાઇ ભોહા ઉ.વ.૧૮ ધંધો અભ્યાસ રહે.ગામ ખરોડ,જોહા ફળીયું, તા.જિ.દાહોદ તથા બીજી છોકરીને પુછતા પોતે પોતાનું નામ શાંતાબેન સમુડાભાઇ બારીયા ઉ.વ.૨૩ ધંધો અભ્યાસ રહે.ગામ પીપળાપાણી, પટેલ ફળીયું, તા.લીમખેડા જિ.દાહોદ વાળી હોવાનું જણાવેલ અને પુછપરછ કરતા છોકરી નામે પાયલબેને જણાવેલ કે, તેના પિતા સુરમલભાઇ તેના લગ્ન કરાવવા માંગે છે પણ તેને હજી પોતાનો અભ્યાસ પુરો કરવો હોય તે લગ્ન કરવા માંગતી ન હોય દસેક દિવસ પહેલા તે તેના ઘરેથી રીસાઇને તેની મિત્ર શાંતાબેન જે પીપળાપાણી લીમખેડા ખાતેની રહીશ હોય તેના ઘરે જતી રહેલ હતી અને શાંતબેનના ઘરે રોકાયેલ હતી અને આજ રોજ તેઓ બંન્ને લુણાવાડા ખાતે નગ કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યાં જવાનું હોવાથી દાહોદ રેલ્વે સ્ટેશન આવેલ છે તેવું જણાવેલ જેથી બંન્ને છોકરીઓના વાલી વારસોનો તેઓના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરી અત્રે દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલ અને બંન્ને છોકરીએ જણાવેલ હકીકતને પણ તેમના વાલી વારસો સમર્થન આપતા હોય બંન્ને છોકરીઓ તથા વાલી વારસોના વિગતવારના નિવેદનો લઇ તેઓને પોત પોતાની દિકરીઓને સુપ્રત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!