મહેમદાવાદમાં સોનીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ૩૦ કિલો ચાંદીના દાગીના લઈ ફરાર
નરેશ ગનવાણી બ્યુરોચિફ નડિયાદ
મહેમદાવાદમાં રાત્રીના અરસામાંજ તસ્કરોએ એક સોનીના બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો છે. સોનીએ પંદર દિવસ અગાઉ જ રાજકોટથી મંગાવેલ રજવાડી સાંકડા, છલ્લા, ઝાંઝરીઓ મળીકુલ ૩૦ કિલો ચાંદીના દાગીના ચોરી તસ્કરો ફરાર થઈ ગયા છે. આ મામલે બિરેનભાઈ સોનીએ મહેમદાવાદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે.નડિયાદના ઉત્તરસંડા રોડ સ્પર્શવીલા સોસાયટીમાં રહેતા બિરેન મહેશભાઈ સોનીનું મહેમદાવાદ જૈન દેરાસર પાસેમોરારી ભુવન મકાન આવેલ છે. બિરેનભાઈ મહાશિવરાત્રીની આખી રાત મહેમદાવાદ મંદિરમાં પુજા અર્ચના કરી સવારના સમયે પોતાના ઘરે જઈ સુઈ ગયા હતા. બપોરના સુમારે ચાંદીના દાગીના કબાટમાં મૂકી તાળા મારી પરત નડિયાદ આવી ગયા હતા. ૨૦ ફેબ્રુઆરી એ દુકાને સાંજના સમયે પરત નડિયાદ આવી ગયા હતા. આજે ૨૧મી ફેબ્રુઆરીના સવારના પાંચેક વાગ્યાના અરસામાં તેમના કાકીનો ફોન આવ્યો હતો. જેમણે જણાવ્યું કે તમારા ઘરના દરવાજાના નકુચા તૂટેલ અને દરવાજા ખુલ્લો છે ચોરી થયાનું જણાવ્યું હતું. બિરેનભાઈ તુરતજ મહેમદાવાદ દોડી ગયા હતા. તપાસ કરતાં તસ્કરોએ કબાટમાં મુકેલ ૩૦ કિલો ચાંદીના દાગીના ચોરી ગયા હતા. બિરેનભાઈએ રાજકોટથી એક જ્વેલર્સ પાસેથી ૨જવાળી આંકડા, પગની ઝાંઝરીઓ, પગના છલ્લા જેવા દાગીના મંગાવ્યા હતા. પાડોશીએ જણાવ્યું હતું કે ચોરી ૩ થી ૪.૩૦ની વચ્ચે થઈ હતી. જેથી આ મામલે તેમણે મહેમદાવાદ પોલીસ મથકે ૧૫ લાખની ચોરી ની ફરિયાદ નોંધાવી છે.