દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં ૧૬ વર્ષીય યુવકને ચપ્પુ મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો.
નીલ ડોડીયાર
દાહોદના મોટાઘાંચી વાડ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક ઇન્દોર હાઇવે જતાં રોડ ઉપર ત્રણ યુવકોએ મળી એક યુવકને ચપ્પુના ઘા મારી યૂવકો થયા ફરાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
દાહોદના મોટા ઘાંચીવાળ વિસ્તારના માળીના ટેકરા પર રહેતા શબ્બીભાઈ લખારા નો પુત્ર અરમાન લખારા દાહોદના મોટાઘાંચી વાડ વિસ્તારથી હાઇવે તરફ અરમાન લખારા અને એમના બે મિત્રો સાથે જમ્યા પછી લટાર મારવાં ઘરેથી નીકળ્યા હતા તે સમયે મોટા ઘાંચી વાળ વિસ્તારથી ઇન્દોર હાઇવે તરફ જતાં રસ્તા પર ત્રણ જેટલાં યુવકો ઉભા હતા જેને લઈ તે યુવકોએ જૂની અદાવત ને લઈ અરમાન લખારાને ઘેરી લઈ અરમાન લખારાને જેમ તેમ ગાળો બોલી ઝગડો તકરાર શરૂ કરી દીધી હતી ને ત્રણ જેટલાં યુવકો માંથી એક યુવક જેનું નામ મોઇન કુરેશીએ કમરના ભાગે સંતાડી રાખેલ ચપ્પુ નીકાળી અરમાન લખારા પર એક પછી એક ચારથી પાંચ જેટલા શરિરના અલગ અલગ જગ્યાએ ચપ્પુના ઘા મારી એ ત્રણે યુવકો નાસી ગયા હતા ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં યુવક જેમ તેમ ચાલી એના ઘરે આવતા છોકરાને લોહી લુહાણ હાલતમાં જોઈ પરિવાર જનો હક્કા બક્કા થયા હતા. ને તાત્કાલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને બાઈક પર બેસાડી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો ઘટનાની જાણ દાહોદ એ ડીવીઝન પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી કાયદેસરની કાર્યવાહિ કરવાની તજવીઝ હાથ ધરવામાં આવી છે