યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કોર્ડિનેટર, કોચ તથા ટ્રેનરને પ્રોત્સાહન હેતુ ઍવોર્ડ અપાશે.

સિંધુ ઉદય

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડિનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ ઍવોર્ડ આપવાનું નક્કી કરાયું છે.જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ/યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ. એવોર્ડ મેળવવા ઉમરનો કોઈ બાધ્ય નથી.એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાનાં પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા આગામી તા :૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સર્વે ભવન પ્રથમ માળ દાહોદ ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી દાહોદનો સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: