જેસાવાડા પોલીસે ઘરફોડ ના ચોરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યું.
અજય સાસી દાહોદ
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસે ઘર પર ચોરીના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
સુરત જિલ્લાના ગ્રામ્ય ઓલપાડ વિસ્તારમાં ઘર ફોડ ચોરીને અંજામ આપી નાસ્તો ફરતો આરોપીપ વણકરભાઈ સવસિંગભાઈ કટારા (રહે. વડવા, કટારા ફળિયુ, તા. ગરબાડા, જી. દાહોદ) નો તેના રહેણાંક વિસ્તારમાં હોવાની બાતમી જેસાવાડા પોલીસને મળી હતી જે બાતમીના આધારે જેસાવાડા પોલીસે તેના રહેણાંક વિસ્તારમાં ઓચિંતો છાપો મારી વણકરભાઈ સવસિંગભાઈ કટારાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.