ટીબીમુકત ભારત અભિયાન અંતર્ગત દાહોદના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને દત્તક લઈ પોષણ કિટનું વિતરણ
સિંધુ ઉદય
પ્રધામંત્રીશ્રી ના ટીબી મુકત ભારત 2025અભિયાન અંતર્ગત આજ રોજ દાહોદ તાલુકાના ટાન્ડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીનાં નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઈ છે જે અન્વયે ડૉ સચિન મકવાણા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર ની અધ્યક્ષ સ્થાને ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગામના સામાજીક આગેવાન શ્રી હરેન્દ્ર નાયક દવારા નિક્ષય મિત્ર બનીને કુલ 05દર્દીઓ ને દતક લઈ ને પોષણ કીટ આપવામાં આવી, ડૉ મુકેશ પડવાલ દવારા 03 દર્દીઓ, સતિન્દ્ર પડવાલ 01દર્દી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ સચિન મકવાણા 03દર્દીઓ, ફાર્માશિસ્ટ ગોપાલભાઈ 01દર્દી,CHO મનીષાબેન વણકર 01દર્દી MPHW સુરેશભાઈ ભુરીયા 01, વોર્ડ આયા સુશીલાબેન ચૌહાણ 01 દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી ઉપરાંત રવાળીખેડા ગામના સરપંચશ્રી કીકાભાઈ નિનામા તથા ગામ ના આગેવાન દસિયાભાઈ બારીયા દવારા પણ નિક્ષય મિત્ર બનીને ઍક ઍક દર્દી ને દતક લઈ ને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું આમ કુલ 18દર્દીઓને દતક લઈ પોષણ કીટ વિતરણ કરવામાં આવીઆમ માન. પ્રધામંત્રીશ્રીના ટીબી મુકત ભારત 2025અભિયાનને સફળ બનાવવા દરેક વ્યકિત આ અભિયાન માં જોડાય અને ટીબીના દર્દીઓને મદદ થાય.