દેવગઢ બારીઆ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતાં એક આરોપીને દેવગઢ બારીઆ પોલીસે ઝડપી પાડયા
પથિક સુતરીયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતાં એક આરોપીને અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતાં ફરતાં એક આરોપી મળી કુલ ૨ આરોપીને દેવગઢ બારીઆ પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.દેવગઢ બારીઆ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતાં ફરતાં આરોપી પર્વતભાઈ શકરાભાઈ બારીઆ (રહે. ગામડી, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાને અને મનહરભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ બારીયા (રહે. સાંજાેરા, ઉમર ફળિયું, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાને દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડ્યો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.