મહેમદાવાદમા પડોશીએ ઝગડો કરતા પુળાને આગ લગાડી બે પશુઓના મોત.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ના કોઠીપુરા ગામના ૨૪ વર્ષિય સંગીતાબેન ભાવસિંહ સોઢા પરમાર અને તેઓની નાની બહેન  એક જ ઘરમાં પરણાવી છે. છેલ્લા કેટલાય સમયથી સંગીતાબેનના કૌટુંબીજનો અને પડોશમાં રહેતા મહેન્દ્રભાઈ જેસંગભાઈ પરમાર તથા પ્રતાપભાઈ જેસંગભાઈ પરમાર સાથે  રસ્તા બાબતે બોલાચાલી તકરાર ચાલતી હતી. ગત ૨૧મી ફેબ્રુઆરીના રોજ  મહેન્દ્રભાઈ  અને જેસંગભાઈ પરમારે સંગીતાબેન સાથે રસ્તા બાબતની રીસ રાખીને ઝઘડો કર્યો હતો. ઘરમાં કોઈ પુરુષ ન હોય તેવા સમયે આ લોકોએ ઝઘડો કરતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. આવેશમાં આવેલા મહેન્દ્રભાઈ પરમાર અને જેસંગભાઈ પરમારે સંગીતાબેનના ઘરના આગળમા બાધેલ ડાંગરના પુળાનું અડારુને દિવાસળી ચાંપી આગ લગાવી હતી. જેના કારણે આ અડારામાં બાંધેલા પશુઓ પૈકી એક ભેંસ અને એક પાડી ગંભીર રીતે દાઝી જતા તેનું મૃત્યુ થયું હતું. જ્યારે બે ભેંસો શરીરે દાઝી ગઈ હતી. મહેન્દ્રભાઈ પરમાર અને જેસંગભાઈ પરમારે સંગીતાબેનને કહેલું કે, આજે તને પણ જીવતી સળગાવી દઈશું તેમ કહી જતાં રહ્યાં હતાં. બુમરાડ થતાં આસપાસના લોકો દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ સમગ્રમામલે સંગીતાબેન સોઢા પરમારે ઉપરોક્ત બંને સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!