મહુધા પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનુ મોત નિપજ્યું, ૩ ઘાયલ થયા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
અલીણા-પણસોરા રોડ પર સામેથી આવતી કારે અન્ય એક કારને ટક્કર મારતાં કારમા સવાર મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે ૩ વ્યક્તિઓઘાયલ થયા છે. નડિયાદ ખાતે મહિલાની સારવાર કરાવી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો છે. આ બનાવ મામલે મહુધા પોલીસમાં ફરિયાદ નોધાઈ જવા પામી છે. મહુધા પંથકના હેરંજ પાસે અલીણા-પણસોરા રોડ પર કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવતી કાર ના ચાલકે ઉપરોક્ત કારને ટક્કર મારી હતી. આથી કાર મા બેઠેલા ચાલક સહિત ૪ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં પાછળની સીટ પર બેઠેલા સુષ્માબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર માટે નડિયાદની જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ આ સુષ્માબેનનુ કરૂણ મોત નિપજયું હતું. સુષ્માબેન અને તેમનો દીકરો તથા અન્ય લોકો સુષ્માબેન પોતે વા નુ દર્દ હોવાથી સારવાર માટે નડિયાદ આવ્યા હતા. અને સારવાર કરાવી પરત ઘરે આવતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો છે.આ બનાવ અંગે મહુધા પોલીસમાં જીગ્નેશ મહેન્દ્રભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી છે.


