હોળી ધૂળેટીના પર્વ અને લોકઉત્સવોમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જાહેરનામું

સિંધુ ઉદય

દાહોદ જિલ્લામાં આગામી હોળી ધૂળેટીના પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય તેમજ પર્વ દરમિયાન યોજાનારા વિવિધ મેળાઓમાં તેમજ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે એક જાહેરનામા થકી કેટલાંક આદેશો કર્યા છે. જે આગામી તા. ૫ માર્ચથી તા. ૧૨ માર્ચ સુધી લાગુ પડશે તદ્દનુસાર, હોળી ધૂળેટીના તહેવારમાં કે મેળાઓમાં કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓએ મંડળી બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો અને માર્ગો ઉપર આવતા જતા રાહદારીઓ, વાહનચાલકો, મકાન કે મિલ્કતો ઉપર તેમજ આવતા જતા વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ઉપર કે વાહનમાં રહેલા માલ સામાન ઉપર કાદવ કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત પાણી, તેલ તથા તેવી કોઇ વસ્તુ ભરેલા ફુગ્ગા, પ્લાસ્ટીકની થેલી કે વસ્તુ નાંખવી-નખાવવી નહી.આ તહેવાર દરમ્યાન પૈસા ઉઘરાવવા નહીં કે જાહેર માર્ગો ઉપર પથ્થર આડશ મુકીને કે અન્ય રીતે અવરોધ કરી આવતા જતા વાહનોને રોકવા નહીં.શસ્ત્રો, દંડા, તલવાર, ગુપ્તી, ધોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ ફરવું નહીં. કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવો નહીં.પથ્થર અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ ફેકવાના ધકેલવાના યંત્રો, સાધનો સાથે લઇ જવા નહીં, એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં, મનુષ્યોની આકૃતિ અથવા પુતળા દેખાડવા નહીં, અપમાનિત કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા નહીં, અશ્લીલ ગીતો ગાવા નહીં કે ટોળામાં ફરવુ નહીં જે છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાની અથવા નકલ કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અભિપ્રાય પ્રમાણે સુચુચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેવા ભાષણ, ચાળા, ચિત્રો કે નિશાનીઓ દેખાડવાની કે ફેલાવો કરવાની મનાઇ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: