ચેટીચંદ (ચૈત્રી બીજ) ની રજા જાહેર કરવા દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી.
નીલ ડોડીયાર
સિંધી સમાજના શ્રી ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના જન્મદિન નિમિત્તે તા. ૨૩-૦૩-૨૦૨૩ ગુરૂવાર ના રોજ ચેટીચંદ (ચૈત્રી બીજ) ની જાહેર રજા જાહેર કરવા દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમિતિ, દાહોદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યાં અનુસાર, સનાતની હિન્દુ સિન્ધી સમાજના ઈષ્ટદેવ શ્રી વરૂણદેવ અળતાર શ્રી ઝુલેલાલ ભગવાનનો જન્મ (ચેટીચંદ – ચૈત્રી બીજ) તારીખ – ૨૩-૦૩-૨૦૨૩ ગુરૂવાર ના રોજ હોવાથી આ દિવસે ગુજરાત સરકાર દ્વારા જાહેર જાહેર કરવામાં આવે સાથોસાથ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ જાહેરાત કરવામાં આવેલ હોય તેની જગ્યાએ અન્ય દિવસે પેપર પરીક્ષા નું આયોજન કરવામાં આવે તો બાળકો પણ આ તહેવાર ઉત્સાહથી ઉજવી શકે, પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને રાજસ્થાને પણ તારીખ ૨૩-૦૩-૨૦૨૩ના રોજ શ્રી ઝુલેલાલ ભગવાન જન્મ દિવસ (ચેટીચંદ – ચૈત્રી બીજ) ની જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી મુખ્ય મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.