દાહોદ અને ઝાલોદ, દેવગઢ બારિયા આઇટીઆઇ ખાતે મારુતિ સુઝુકી દ્વારા ભરતી મેળા યોજાશે
ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાનના ઉમરના ૧૮થી ૨૩ વર્ષના તાલીમાર્થીઓ, ફિટર, ટર્નર, વેલ્ડર, ઇલેક્ટ્રીશિયન, ટૂલ ડાઇ મેકર, પીપીઓ, મશિનિસ્ટ, ટ્રેક્ટર, મોટર મિકેનિક, પેઇન્ટર અને ઓટો મોબાઇલના ટ્રેડ કરનારા છાત્રો માટે મારુતિ સુઝુકી દ્વારા તેના બેચરાજી હાંસલપુર પ્લાન્ટ માટે ભરતી મેળો યોજાવાનો છે. જેમાં દાહોદ આઇટીઆઇ ખાતે તા. ૧૧-૨-૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાશે. જ્યારે, ઝાલોદ આઇટીઆઇ ખાતે તા. ૧૦-૨-૨૦૨૦ના રોજ સવારે ૯ વાગ્યાથી યોજાશે. એ જ પ્રકારે દેવગઢ બારિયા ખાતે પણ તા. ૧૦-૨-૨૦૨૦ના રોજ સવારના ૯ વાગ્યાથી યોજાશે. દેવગઢ બારિયા ખાતે તા. ૧૫-૨-૨૦૨૦ના રોજ સવારે ૯ વાગ્યાથી હિરો મોટર્સ દ્વારા ભરતી મેળો યોજાવાનો છે. આ ભરતી મેળાના જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ ઉક્ત સમય અને સ્થળે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
#Dahod