નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વાલી – અધ્યાપક સંમેલન નું આયોજન કરાયું.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ધ નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદમાં વાલી મંડળ ના ઉપક્રમે ના રોજ વાલી – અધ્યાપક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબે વાલીઓએ આપેલા પ્રતિભાવો ના સંદર્ભે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે – વિદ્યાર્થીઓ નિયમિત બને , તરસ પિપાસુ બને , વાલીઓ પોતાના બાળકોના વિકાસ સંદર્ભે અને અન્ય સમસ્યાઓ ના નિરાકરણ માટે કોલેજમાં આવે, વિદ્યાર્થીઓના કાઉંસેલિંગ માટેના પ્રયત્નો અંગે ઉંડાણપૂર્વક અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે કુલ ૬૨ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બારોટ સંજયભાઈ, ભુપેન્દ્રભાઈ રાણા , નીલેશભાઈ જોશી , શ્રી સોમનાથજી અને સનેહલભાઈ ભટ્ટ આ તમામ વાલીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. નેક કો – ઓર્ડીનેટર રજનીકાંત જૈને પૂર્વભૂમિકા રજૂ કરી હતી. વાલી મંડળ ના સંયોજક ડો.કલ્પના બેન ત્રિવેદી એ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. પ્રા.આર.બી.સક્સેના એ આભારદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કોલેજના તમામ અધ્યાપક ઉપસ્થિત રહ્યા હતા.