દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તા માાંથી ફરાર થયેલ આરોપી ને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ ટીમ.
અજય સાસી
દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ પોક્સોના ગુનાનો એક આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડએ ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
આજરોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ૩૬૩,૩૬૬,૩૭૬ પોક્સોના ગુનાનો આરોપી લાલાભાઈ સબુરભાઈ માલિવાડ (રહે. આગાવાડા, તા.જિ.દાહોદ) નાને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લાવ્યાં હતાં તેની સાથે પોલીસ કર્મચારીઓ પણ હતાં ત્યારે સારવાર દરમ્યાન પોલીસ કર્મચારીઓની નજર ચુકવી ઉપરોક્ત આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં ઝાયડસ હોસ્પિટલમાં ભારે શોધખોળ બાદ પણ આરોપી ન મળતાં આરોપીને પકડી પાડવા માટે દાહોદ પોલી, એલસીબી પોલીસ સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ આરોપીને પકડી પાડવા સારૂં દાહોદ શહેર સહિત જિલ્લામાં શોધખોળનો આરંભ કર્યો હતો ત્યારે પેરોલ ફલો સ્કોડે ઉપરોક્ત આરોપીને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડયો હતો.