આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, ખેડા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ.
નરેશ ગનવાણી બ્યુરો ચિફ્ફ નડિયાદ
ખેડા જિલ્લામાં આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં સવારે ૧૦ કલાકે ધોરણ ૧૦ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં વિદ્યાર્થીઓએ પ્રથમ ભાષા ગુજરાતીનું પેપર
સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
મંગળવારે સવારે શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાદ ૯:૪૦ સુધીમાં વર્ગ ખંડમાં પ્રવેશ અપાયો હતો
અને એ બાદ ૧૦ ના ટકોરે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે મોટાભાગાના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ગુલાબ આપી તો ક્યાંક ગોળધાણા તો ક્યાંક મો મીઠું કરાવી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો ક્યાંક સામાજીક અગ્રણીઓ દ્વારા કંકુ તીલક કરી પરીક્ષાર્થીઓને પ્રવેશ કરાયો છે. વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે પોલીસ, હોમગાર્ડઝનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજથી શરુ થયેલી બોર્ડનીપરીક્ષામાં પ્રથમ ભાષા ગુજરાતી અને પ્રથમ ભાષા અંગ્રેજીનું પ્રશ્નપત્ર હતું.
જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે આ પ્રશ્નપત્ર આપ્યું છે. ૩ કલાક બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જે રીતે તૈયારી કરી હતી તે રીતે એક અંદરે પ્રશ્નપત્ર સરળ રહ્યું હોવાનું જણાવ્યું છે. પ્રશ્નપત્ર પર વિદ્યાર્થીઓનો અભિપ્રાય ધોરણ ૧૦ નું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. ભાષાનું પેપર હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આજે ગુજરાતીનું તથા
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આજે અંગ્રેજીનું પેપર હતું. વિદ્યાર્થીઓના મતે પેપર ખૂબ જ સરળ હતું.