જિલ્લા રોજગાર કચેરી, દાહોદ ખાતે આગામી તા. ૧૮ માર્ચના રોજ રોજગાર ભરતી મેળો
સિંધુ ઉદય
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લીમખેડા ખાતે ૨૪ માર્ચના રોજ રોજગાર ભરતી મેળો
યુવાનોને સ્વરોજગારી માટે માર્ગદર્શન પણ અપાશે
દાહોદ, તા. ૧૫ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા. ૧૮ માર્ચ શનિવારે સવારે ૧૧ કલાકે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, છાપરી દાહોદ ખાતે જોબફેરનું આયોજન કરાયું છે. તેમજ આગામી તા. ૨૪ માર્ચ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે સરકારી આઇટીઆઇ લીમખેડા ખાતે જોબફેર યોજાશે. આમ આગામી તા. ૧૮ અને ૨૪ માર્ચના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે.
આ ભરતીમેળામાં ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦-૧૨ પાસ, આઇટીઆઇ, ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક, અનુભવી, બિન-અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક આપવામાં આવશે.
તદ્દઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શનશિબિર રાખવામાં આવી છે. જેમાં ઉમેદવારોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. ઉક્ત જણાવ્યા અનુસારનો અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરૂષ ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. રોજગાર ભરતી મેળામાં ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.