દાહોદમાં જિલ્લા કક્ષાની સીનીયર સીટીઝન મહિલાઓ માટેની વિવિધ રમત સ્પર્ધાઓ યોજાશે.
સિંધુ ઉદય
દાહોદ, તા. ૧૫ : ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, જી ૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, દેવગઢ બારીયા, દાહોદ દ્વારા જિલ્લા કક્ષા સીનીયર સીટીઝન ૬૦ વર્ષથી ઉપર બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, દેવગઢ બારીયા ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા. ૧૭ માર્ચ સુધીમાં ફોર્મ ભરી ઉક્ત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. ભાગ લેનારા ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખ જાણ હવે પછી કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નં. ૯૭૧૪૭૩૩૩૨૫ ઉપર સંપર્ક કરી શકાશે.