ખેડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનુ મોત
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા પાસેના નેશનલ હાઇવે પર ભગુપુરા પાસેના પર બેકાબૂ ટ્રકે એક મોટરસાયકલને અડફેટે લેતા ચાલકનું મોત નિપજ્યું છે. આ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ખેડા તાલુકાના ભગુપુરા ગામે રહેતા ૬૦ વર્ષીય ફતેસિંહ રતનસિંહ સોલંકી ગતરોજ પોતાનું મોટરસાયકલ પર બપોરના સુમારે મલારપુરા ગામ તરફ ગયા હતા. પરત આવતા ભગુપુરા સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૪૮ ના બ્રીજ નીચેના સર્વિસ રોડ તેમને કાળ ભરખી ગયો છે. ઉપરોક્ત જગ્યાએથી પસાર થતા હતા ત્યારે પુર પાટે આવતી ટ્રક ના ચાલકે ઉપરોક્ત ફતેસિંહના મોટરસાયકલને ટક્કર મારી કચડી દીધા હતા. જેના કારણે તેમનું કરૂણ મોત નિપજયું છે. આ બનાવ મામલે મરણજનારના પુત્ર કલ્પેશભાઈ ની ફરીયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

