નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે ઝડપી પાડયો
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ગઇકાલ ૧૬ માર્ચ ૨૦૨૩ ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના નડિયાદ નવરંગ ટાઉનશીપ, મિશન રોડ ઉપર ખુન કરી એક ઇસમ નાસી ગયેલ જે ગુનાના આરોપીને શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ ના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર.ચૌહાણ નાઓએ નડિયાદ ટાઉનના સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિષિન ને આરોપીની તપાસમાં રહેવા સુચના કરેલ જે આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે નવરંગ ટાઉનશીપમાં ખુન કરી નાસી જનાર રશીકભાઇ જેઠાભાઇ પરમાર નામનો ઇસમ નડિયાદ સરદાર ભવનના પાર્કિંગમાં સ્કુટી પેપ ઉપર બેસેલ છે. અને ઇસમે છીંકણી કલરનું પેન્ટ તથા આછા સફેદ કલરનું રાખોડી કલરનું આડા પટ્ટાવાળુ આખી બાયનું શર્ટ પહેરેલ છે. જે બાતમી આધારે ઇસમને પકડી તેની સ્કુટી પેપના આગળના ભાગે હુક ઉપર ભરાવેલ થેલી માંથી એક લોખંડનો દેશી તમંચો (કટ્ટો)તથા એક ફુટેલી કારતુસ મળી આવતા ઇસમને દેશી તમંચા સાથે મળી આવેલ ફુટેલી કારતુસનો ઉપયોગ કયાં કરેલ છે, તે બાબતે પુછતા ‘મારી બીજી પત્નીની ચાલ ચલગત સારી ન હોય તેનાથી કંટાળી ગયેલ અને આજરોજ બારેક વાગે મે મારી બીજી પત્ની નિમિષાબેનને નવરંગ ટાઉનશીપના મકાન આગળ તમંચામાંથી મારી પત્નીના શરીરના આગળના ભાગે ફાયરીંગ કરી મારી દિધેલ હોવાની કબુલાત કરતા જેથી ઇસમને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વાય.આર.ચૌહાણ ને જાણ કરી આગળની વધુ તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.