ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામ ના છ જેટલાં ઈસમોએ ઘર મા તોડ ફોડ કરી.
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ તા.૧૬
ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામનો છોકરો તેના ગામની છોકરીને પત્ની તરીકે રાખવા લઈ આવતાં છોકરી પક્ષના છ જેટલા ઈસમોએ છોકરાના ઘરે આવી છોકરી સોંપી દેવા જણાવી ડાંગરના ઘાસના પુળામાં આગ ચાંપી નુકશાન કરી ઘરના બારી બારડાની તોડફોડ કરી લાકડીનો મારમારી બે જણાને ઈજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે.રળીયાતી ભુરા ગામના નિસરતા પરિવારના સવિતાબેન લીલસીંગભાઈ, કલ્પેશભાઈ રમસુભાઈ, બચુભાઈ લાલાભાઈ, સુમનભાઈ રમસુભાઈ, હરીયાભાઈ રામસીંગભાઈ તથા ઈનેશભાઈ સુમનભાઈ વગેરે ગતરોજ સવારે સાડા નવ વાગ્યાના સુમારે રળીયાતી ભુરા ગામના આંબા ફળિયામાં રહેતા દેવસીંગભાઈ રંગજીભાઈ ગરાસીયાના ઘરે જઈ બેફામ બિભત્સ ગાળો બોલી તમારો છોકરો દીલરાજ દેવસીંગ ગરાસીયા અમારી છોકરી શીલ્પાબેન લીલસીંગભા નિસરતાને પત્ની તરીકે રાખવા સારૂ લઈ ગયેલ છે. જેથી તમો અમારી છોકરી અમોને પરત સોંપી દો તેમ કહી દેવસીંગભાઈ રંગજીભાઈ ગરાસીયાના ઘરના બારી બારણાની તોડફોડ કરી તેમજ ઘાસ(ડાંગરના પૂળા) સળગાવી નુકશાન પહોંચાડ્યું હતું. આ સમયે બકુલભાઈ ગરાસીયા તથા સુરસીંગભાઈ ગરાસીયા તોડફોડ કરતા રોકવા જતા તેઓએ બંને જણાને પીઠના ભાગે લાકડીના ફટકા મારી ઈજાઓ પહોંચાડી હતી.આ સંબંધે રળીયાતી ભુરા આંબા ફળીયામાં રહેતા દેવસીંગભાઈ રંગજીભાઈ ગરાસીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ચાકલીયા પોલિસે ઈપિકો કલમ ૪૩૫, ૪૨૭, ૩૩૬, ૨૯૪(ખ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.