કપડવંજમાં ઓનલાઇનથી મિત્રની મદદ કરવા જતાં ૧.૧૦ લાખ ગુમાવ્યા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
કપડવંજ શહેરના જાપલીયાપોળ વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષિય પ્રિયંકભાઈ અરૂણભાઇ પોતે બે અલગ અલગ બેંકમાં ખાતા ધરાવે છે. ગત ૨૯ જાન્યુઆરી ૨૯૨૨ના રોજ પ્રિયંકભાઈના મિત્ર મહિપાલસિંહ ડાભી (રહે.શત્રુડા, મહેમદાવાદ)એ જણાવ્યું કે મેં ઓનલાઇન વોચ મંગાવેલી હતી અને તેનું કુરિયર આવતા વોચની જગ્યાએ ડ્રેસ નીકળેલો હતો અને મેં કેસ ઓન ડિલિવરી મારફતે રૂપિયા ૪૫૦ ચૂકવેલા છે. આ બાબતે કુરીયરના કસ્ટમરકેરમા વાત કરતા આ સમયે પ્રિયંકભાઈ પણ જોડે હતા. ત્યારે કસ્ટમર કેરના વ્યક્તિએ કહ્યું કે મની ટ્રાન્સફરની કોઈ એપ્લિકેશન વાપરતાં હોય તો જણાવો જેથી મહિપાલસિંહે પોતાના મિત્ર પ્રિયંકભાઈના મોબાઈલ નંબર આપ્યો હતો અને તેમની સાથે વાત કરતા હતા પ્રિયંકભાઈના મોબાઈલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બે અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૧ લાખ ૧૦ હજાર ૪૫૮ ઉપડી ગયા ત્યારબાદ બીજા દિવસે પ્રિયંકભાઈના મોબાઈલ ફોન પર ધડાધડ નાણાં કપાવવાના મેસેજો આવતાં તેઓએ પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરાવ્યું હતું અને બીજા એકાઉન્ટમાંથી પણ નાણા જતાં રહ્યા હોવાનું પ્રિયંકભાઈને ધ્યાને આવ્યું હતું. આમ બે અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૧ લાખ ૧૦ હજાર ૪૫૮ ઉપડી ગયા હતા. આ બાબતે જે તે સમયે સાયબર હેલ્પલાઇન પર અને આજે સમગ્ર બનાવ મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

