નડિયાદ પાસે હાથજમા નાનાભાઈએ ખોટા પેઢીનામાથી જમીન પોતાના નામે કરી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ તાલુકાના હાથજમાં રહેતા અભેસિંહ બબાભાઈ સોઢાના માતાનું ૨૦૦૭માં જ્યારે પિતાનું ૨૦૦૮મા અવસાન થયું હતું. પિતાના જમીનમાં પેઢીનામાથી નામો દાખલ કર્યા હતા. નામ સુધારાઈ ગયા બાદ ૨૦૧૫માં અભેસિંહે સર્વે નં.૪૮૭માં પણ વારસાઈ કરાવવા જતા પહેલેથી વારસાઈ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી તપાસ કરતાં તેમના નાનાભાઈ રમેશે માતા પિતાનું નામ તથા તેનું નામ અને દિકરી અવસાન બાદ અભેસિંહ સોઢા તથા બહેન ભાઈઓ મણીબેન, ઈશ્વરભાઈ અને રમેશભાઈના નામ વારસદારોમાં નાંખવા માટે પેઢીનામુ કરાવ્યું હતું. ૨૦૧૪માં બ્લોક સર્વે નં.૪૭૨, ૪૭૪, ૪૯૪, ૫૦૧વાળી મિલકતમાં પિતાનું સાચુ નામ બબાભાઈ ફતાભાઈ સોઢા લખાયેલ હતું જ્યારે સર્વેનં. ૪૮૭ વાળી જમીનમાં બબાભાઈ ફુલાભાઈ સોઢા લખાયેલ હતું. જેથી ૪૮૭વાળુ નામ સુધારવા માટે ભાઈઓએ અરજી કરી હતી. આ સિવાયના સર્વે નંબરોની નથી તેમ કહી ખોટુ પેઢીનામુ બનાવી પોતાના નામે જમીન કરી લીધી હતી. જેથી તેમણે પુછતાછ કરતા તમને જમીનની અવેજમાં બીજી જમીન આપીશ તેમ કહ્યું હતું જો કે વર્ષો વિતી ગયા બાદ પણ રમેશે બીજી જમીન ન આપી,અને તમને કોઈ મિલકત મળશે નહીં તેમ કહેતા મોટાભાઈએ નડિયાદ રૂરલ પોલીસ મથકે નાનાભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.