દેવગઢ બારીઆના બૈણા ગામે સામાન્ય બાબતે એક ઈસમે મહિલા સહિતને બેને માર મારતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે સામાન્ય બાબતે થયેલ ઝઘડા તકરારમાં એક ઈસમે એક મહિલા સહિત બેને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે. ગત તા.૧૩મી એપ્રિલના રોજ દેવગઢ બારીઆના બૈણા ગામે ઉગમણા ફળિયામાં રહેતો પર્વતભાઈ વેચાતભાઈ પટેલ પોતાના ગામમાં રહેતાં મહેશભાઈ શંકરભાઈ પટેલના ઘરે લાકડી સાથે પહોંચ્યો હતો અને જ્યાં સામાન્ય બાબતે થયેલ ઝઘડા તકરારમાં પર્વતભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી મહેશભાઈને તથા શારદાબેનને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ શંકરભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.