ખેડાના સોખડા ગામે કોરા ચેક પરત નહી આપતા વ્યાજ ખોરો સામે ફરીયાદ
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
ખેડાના સોખડા ગામે કોરા ચેક પરત નહી આપતા વ્યાજ ખોરો સામે ફરીયાદ
નડિયાદ: ખેડામાં વ્યાજખોરોએ એક શ્રમજીવી પાસે રૂપિયા ૩.૮૯ લાખનુ સીધુ૧૦.૦૯ લાખ વ્યાજ વસૂલ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ મામલે ૭ વ્યાજખોરો
સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે માતર તાલુકાના સોખડા ગામે રહેતા રાહુલ ગોકુલસિહ ઝાલા જે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમણે વર્ષ ૨૦૨૦ અને એ પછીના સમય ગાળામાં અલગ અલગ તારીખે ખેડામાં રહેતા અજયકુમાર વાસુદેવભાઈ પટેલ, અકબરઅલી ગુલામઅલી બેલીમ, આબીદઅલી સોકતઅલી મલેક, અલ્તમઅસલી મુખ્તારઅલી શેખ, મુદ્દસીર મુખ્તારઅલી શેખ, શાહરખુમીયા રસીદમીયા બેલીમ અને સાજીદઅલી અકબરઅલી સૈયદ પાસેથી વ્યાજે કુલ રૂપિયા ૩ લાખ ૮૯ હજાર લીધા હતા અને ત્યારબાદ રાહુલ ઝાલાએ અલગ અલગ દિવસો દરમિયાન ઊંચું વ્યાજ મળી કુલ રૂપિયા ૧૦ લાખ ૯ હજાર ૭૦૦ આજદિન સુધી વસૂલ કર્યું છે. ત્યારબાદ પણ હાથ ઊછીન પૈસા આપ્યા છે તેવા લખાણ રાહુલ અને તેના પિતાની પાસે સહી મેળવી જે તે સમયે આપેલા કોરા ચેક પરત નહી આપતા અંતે રાહુલે આ તમામ વ્યાજખોરો સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


