ગરબાડા પોલીસને છેલ્લા એક વર્ષથી વાહન ચોરીમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડિયું.
વનરાજ ભુરીયા
ગરબાડા પોલીસને છેલ્લા એક વર્ષથી વાહન ચોરીમાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી.ગતરોજ ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી ના આધારે દાહોદ એ.ડી.પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપી શંકરભાઇ કેહજીભાઇ મંડોડ રહે. ગુલબાર થાણા ફળીયા તા.ગરબાડા જિ.દાહોદ નાનો હોળી તહેવાર તેમજ લગ્ન સીજન અનુસંધાને મજુરીએથી પોતાના ઘરે આવેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે પીએસઆઈ જે.એલ પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સદર આરોપીના ઘરે જઇ તપાસ કરતા આરોપી તેના ઘરે હાજર મળી આવતા તેને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.