દાહોદ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી નું ચાર્જ સંભાળતા પેન્ડિંગ પડેલી1200 નોકરીના હુકમો કરતા શિક્ષણ આલમ માં ખુશી નો માહોલ.

નીલ ડોડીયાર

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારી મયુરભાઈ પારેખને માધ્યમિકનો જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાનો જે સૌથી મોટો સળંગ નોકરીના હુકમનો જે સળગતો પ્રશ્ન હતો. તે પ્રશ્નના ઉકેલ માટે આજે પ્રથમ દિવસે જ જિલ્લા શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખે પોતાની કુટનીતિનો યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે ઉપયોગ કરી આજરોજ માધ્યમિક શિક્ષણાઘીકારીનો ચાર્જ સંભાળતા ની સાથે જ સળંગ નોકરીના ૧૨૦૦ જેટલા કર્મચારીઓના હુકમ પર સહી કરીને શિક્ષકો માટે બહુ મોટું મેસેજ મોકલ્યો છે. જેથી આજરોજ દાહોદ જિલ્લાના શિક્ષણ સેવા વર્ગની અંદર તમામ શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે છેલ્લા ચાર વર્ષોથી ભુતકાળના અને લાંચીંયા અધિકારી કાજલ દવેને વારંવાર અનેકવાર લેખિય મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ માંગો સ્વીકારવામાં આવતી નહોતી ત્યારે નવા માધ્યમિક શિક્ષણાઘીકારી મયુરભાઈ પારેખ દ્વારા તમામ માંગો ચાર્જ લેતાની સાથેજ સ્વીકારી લેતા માંગો પૂર્ણ કરી છે ત્યારે સાબિત થાય છે જુના શિક્ષણાઘીકારી કાજલ દવેની કચેરીમાં નોટ નહીં તો કામ નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: