દાહોદ તાલુકાના જાલત ગામે ખાન નદી પાસે ટ્રક અથડાતા ક્લીનરનું ઘટના સ્થળે મોત
જયેશ ગારી,કતવારા
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના જાલત ગામે ઇન્દોર -અમદાવાદ હાઇવે પર ખાન નદીના પુલ પાસે પુરઝડપે પસાર થઇ રહેલી ટ્રક નદીના પુલ સાથે ધડાકાભેર અથડાતા ટ્રકમાં સવાર કંડક્ટર પુલ પરથી ફંગોળાઈ નદીના તટ પર કાંટાળી ઝાડીઓમાં પટકાતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. ત્યારે અક્સમાત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ભાગી જતા હાઇવે પર થોડાક સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે કતવારા પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ટ્રકને કબ્જે લઇ આગળની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય પ્રદેશ ઝાબુઆ જિલ્લાના કાલિદેવી તાલુકાના દેહદીયા ગામના રહેવાસી રાજુભાઈ ઝીથરાભાઈ દેહદીયા ગતરોજ રાત્રીના સુમારે પોતાના કબ્જાની એમ. એચ. 18.બી. 0048 નંબરના અશોક લેલેન્ડ ટ્રકમાં કંડક્ટર તરીકે મધ્ય પ્રદેશ ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના ટાંડા ગામના ગજેન્દ્ર નામક કંડક્ટકર ને સાથે લઇ અમદાવાદ તરફ રવાના થયાં હતા. જ્યાં રસ્તામાં ઇન્દોર -અમદાવાદ હાઇવે પર દાહોદ તાલુકાના જાલત ગામ નજીક ખાન નદી પાસે પુરઝડપે પસાર થઇ રહ્યા હતા.તે સમયે ટ્રકની ધારી તૂટી જતા ચાલકે ઓચિંતો બ્રેક મારતા ટ્રકનું સંતુલન બગડી ગયું હતું. અને ટ્રક નદીના પુલ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. તે સમયે ટ્રકમાં સવાર ગજેન્દ્ર ટ્રકમાંથી ફંગોળાઈપુલ ઉપરથી નીચે નદીના તટ નજીક કંટાળી ઝાડીઓમાં પટકાતા ગજેન્દ્રનું મોત નિપજયું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક રસ્તામાં મૂકી નાસી ગયો હતો.તે સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ત્યારે આ બનાવ ની જાણ કતવારા પોલીસને થતા કતવારા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે ટ્રકમાં કોઈ હાજર ન મળતા પોલીસે ટ્રકનો કબ્જો લઇ હાઇવેનો વાહનવ્યવહાર ખુલ્લો કાર્યો હતો. ત્યારે આજરોજ સવારે પુલ નીચેથી કંડક્ટર ગજેન્દ્રનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો લઇ આગળની તપાસમાં જોતરાઈ ગઈ હતી.
હાલ આ મામલે મધ્યપ્રદેશ ધારના કુક્ષી તાલુકાના ટાંડા શિરવીગળી મોહલ્લાના રહેવાસી અનિલભાઈ બ્રજકીશોર સીસોદીયાના ફરિયાદના આધારે કતવારા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
#Dahod