સંજેલીની મોલી પ્રાથમિક શાળામાં બાળમેળા અંતર્ગત વાનગીમેળાનું આયોજન કરવામાં આવ્યું

રિપોટર – અજય સાસી

સંજેલીની મોલી પ્રાથમિક શાળામાં બાળમેળા અંતર્ગત વાનગીમેળાનું આયોજન કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ મોલી પ્રાથમિક શાળામાં તારીખ ૨૪માર્ચના રોજ શાળાના કેમ્પસમાં બાળમેળા અંતર્ગત વાનગીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પાણીપુરી, બટાકાપૌવા, વેજીટેબલ ખીચડી, શીરો, મમરાના લાડુ, ચીક્કી, ભજીયા, પાપડ, શાક રોટલી, શાક પૂરી, ફ્રાય, ચણા, ચા, લીંબુ શરબત જેવી વાનગીઓ બનાવી હતી અને પોતાના સ્ટોલ ઉભા કર્યા હતા અને પોતે બનાવેલી વાનગીઓ વેચી હતી. શાળાના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્ટોલ ઉભા કર્યા હતા અને શાળામાં અભ્યાસ કરતા ૧૫૦ વિદ્યાર્થીઓએ તમામ વાનગીઓનો લાભ લીધો અને મજા માણી હતી. શાળાના આચાર્ય શ્રી સેલોત રમેશભાઈ આર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને બાળમેળાનું અને વાનગી મેળાનું ખૂબ જ અસરકારક આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોની સુષુપ્ત શક્તિઓ વિકસે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: