આતરસુંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાઘજીપુર રોડ પર ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

નરેશ ગનવાણી બૂરો ચીફ નડિયાદ

નડિયાદ એલ.સી.બી. પોલીસ સ્ટાફ  કપડવંજ ડીવીઝનના આતરસુંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં  દરમ્યાન બાતમી  મળેલ કે ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગર ગંગાબેન જશુભાઇ ચૌહાણ હાલ રહે.વાઘજીપુર રોડખેતરમાં વાઘજીપુર ગામમાં દુધની ડેરીથી આગળના ફુલાજી ફળીયામાં આવેલ તેના  ઇન્દીરા આવસના બંધ મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારુનો જથ્થો  લાવી ખાનગીમાં  વેચાણ કરે છે. જે માહિતી આધારે તે જગ્યાએ રેઇડ પાડતા બંધ મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના ક્વાર્ટર નંગ-૬૭૨ કિ.રૂ. ૬૭ હજાર ૨૦૦ તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ. ૭ હજાર ૨૦૦ મળી કુલ કિં.રૂા.૭૪ હજાર ૪૦૦ નો  મુદ્દામાલ મળી આવતા તે જગ્યાએ  મકાન માલિક તથા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગર ગંગાબેન જશુભાઇ ચૌહાણ હાલ રહે.વાઘજીપુર રોડ ખેતરમાં તા.કપડવંજ મળી ન આવતા તેઓની વિરુધ્ધ આતરસુંબા પોલીસ સ્ટેશને પ્રોહીબીશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: